Friday, 14 July 2017

ગઝલ

ગઝલ

રાહ જોઈ વળી ગ્યાં તમે,
શૂળ દેખી ડરી ગ્યાં તમે.

એક સંબંધ એવો હતો,
પ્રેમ નામે ભળી ગ્યાં તમે.

આંખ સામે પછી આવજો,
આંસુ લૂછી રડી ગ્યાં તમે.

ગીત છે કે ગઝલ જોઈ દે,
આમ તો કવિ બની ગ્યાં તમે.

હાથમાં ફુલ પણ છે "રહીશ"
બસ ! કબરને સુધી ગ્યાં તમે.

*રહીશ*

No comments:

Post a Comment