આભે મઢેલાં તારલા તનહા હસી રહ્યાં,
ચાહત ભરેલી યાદ નાં સપના તરી રહ્યાં.
જીવી જવાનું સાંપડ્યું જેના વિયોગ માં,
તેના મિલન નાં કેટલાં અરમાં દબી રહ્યાં.
કોરે રહીને આખરે જોવી પડી રમત,
કીધા કથનના ભાવ નો તાળો કળી રહ્યાં.
સોદાગરી ના ખેલની રમતા રમત થયાં,
આવી મળેલી ભીડના ચાળે ચડી રહ્યાં
ઓષધ લગાવે પીડતા સણકા મટ્યા નહીં ,
ગ્રહો દશાની ચાલના મારા નડી રહ્યાં.
સાથે મળીને ચાલતાં રાહી સફર તણાં,
સાથી બધાયે છુટતા તન્હા પડી રહ્યાં.
દાબી શકાઈ કયાં કદી મનની તરંગ ને,
માસૂમ નસીબી લેખના ગણને ગણી રહ્યાં.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment