Thursday, 22 March 2018

ગઝલ

હરિ દર્શન

રામનો   વનવાસ   પૂરો  થઇ  ગયો
કૃષ્ણની  લીલા  તણું વર્ણન  થશે!

વાંસવનમાં   વાંસળી   વાગી   રહી
ક્હાનનું  નટખટ  હવે  નર્તન થશે!

વનરાવનનો   વાયરો   સ્પર્શી  જશે
જેમને નહિ, એ બધા નિર્ધન થશે!

પાલખી   પ્હોંચે  સ્મશાને  તે  પછી
ગામ   પાદર   મંદિરે   કીર્તન  થશે!

આંખ  ખુલ્લી  રાખવી  શાને હરિ?
આંખ  મીંચતામાં  હરિ દર્શન થશે!

- હરિ શુક્લ
 

No comments:

Post a Comment