નથી ભીની હવે આંખો,દુઃખોમાં ક્યાં કશો દમ છે;
ભલા બે પળ રહું ખુશ બ્હારથી,એનો તને ગમ છે?
નથી આવ્યા તમે વળતાં,કશે કુંપળ મળી કે શું?
ખરી જાશે સુકી આ જિંદગી,રસહીન મોસમ છે.
મુબારક હો તને મારા રકીબ!દુઆ કબુલ થાજો;
ભલે યાદો રહી છેલ્લી;ઘરે ગમગીન માતમ છે.
રસ્તા આજે અલગ છે આપણા,કદમો ય ફંટાશે;
કદી ચાલ્યા હતા હાથે મિલાવી હાથ,એ કમ છે?
હવે ક્યારે અચાનક આવશે?છું હું અજાણ 'અગમ',
સત્કાર કરીશ મોત તણો,સજાવી લાલ જાજમ છે.
-શૈલેષ ચૌધરી 'અગમ'
No comments:
Post a Comment