Sunday, 1 October 2017

ગઝલ

*ગઝલ/હવે......*
******************************
છે હૃદયનાં આંગણે ઉલ્લાસનો મેળો હવે.
આપ આવ્યા જિંદગીમાં તો સફળ ફેરો હવે.

ટૂંટિયું  વાળીને બેઠી સાંજ ખૂણામાં હજી,
તું નથી તો સાવ ફિક્કો, રંગ છે એનો હવે.

પોપડા ક્ષણના ખરે છે,છત નીચે પડશે હવે,
શ્વાસનું બાળક રમે ,તે દૂર હડસેલો હવે.

તું જરા રોકાઈ ગઇ, તો કેટલી નાજુક અસર,
આજ ઉજળો વાન ઊઘડે,રાતનો કેવો હવે.

કેટલો સામાન ખડકયો, ભીતરે ઠાંસીને તે!
એટલે તો આયખાનો જર્જરીત થેલો હવે.

વ્યર્થ દોડી,કેટલું હાંફી ગયું ,તું જો જરા,
મૃગજળને પણ વળે છે, ખૂબ પરસેવો હવે.

સાવ ચોખ્ખો હોઈ એવો,રંગ શોધું ક્યાં જઈ?
રોજ થાતો ,શુદ્ધ ભગવો,રંગ પણ મેલો હવે.

*પીયૂષ ચાવડા*

No comments:

Post a Comment