Tuesday, 10 October 2017

ગઝલ

પગ ઉપાડ્યા સ્હેજ મેં અક્ષર તરફ,
तें ચિંધી ત્યાં आंગળી પથ્થર તરફ.

આ તરફથી હું ઝૂરુ છું જળ વિષે,
ક્યું  પગેરું જાય છે સરવર તરફ ?

ખેડૂતોની आंखमां જોયાં પછી-
પંખીએ જોયું નહીં ખેતર તરફ,

આપણે  કોનામાં  ખોવાઈ  ગયાં ?
આપણે પાછાં ફર્યા ક્યાં ઘર તરફ ?

આયનો  તૂટી  રહ્યો  કે હું  તૂટ્યો ?
બિમ્બ ઉપસ્યુ ખોખલા ઉત્તર તરફ.

           ભરત ભટ્ટ

No comments:

Post a Comment