Tuesday, 10 October 2017

ગઝલ

ખોખલી નઈ સાવ નક્કર વાત કર
છોડ અફવા સાવ અસ્સલ વાત કર

ફૂંક ના બણગાં હવે તુ ચોતરફ
સાવ સાચી આજ જબ્બર વાત કર

જો નથી તારુ ગજુ તો છોડ ને!
સાવ એવી ના તું અધ્ધર વાત કર

બોલવા ખાતર હવે ના બોલ તું
કોક દી' તો એક સધ્ધર વાત કર

વાત મારી માન તો સાંભળ કહુ
સત્યથી જે હોય ફક્કડ વાત કર

#કિરણ જોગીદાસ

No comments:

Post a Comment