Tuesday, 10 October 2017

અછાંદસ

*હેતની હેલી*

માથે હેલ લઈ નિકળી..
કૂવાને કાંઠે..
સૂરજને આવકારવા નીકળી..
રાત કહે હું પણ ચાલ લઉં વિદાઈ..
આંખ્યુંમાં આંજયા છલકતા શમણાં..
માથે હેલ તો બહાનું છબીલા તને જોવાનું..
મારગમાં નડયું આ ધુમ્મસ દુશ્મન થાતું..
હાથથી હાથ કળાય નહીં ...
કેમ નિહાળું વાલમને?
આથીતો ગમતો ..
ધૂપને તડકો...
આંખ્યું એ નેજુ કરી તને નિહાળું
તારી નજરુંના તીરે વિધાવું..
ત્યાંતો પાસે આવીને..
લીધી જ્યાં પાસમાં..
એના સ્પર્શૅ ...ભીંજાય..
છલકતા જોબને...હેલ છલકાઈ..
મીઠી એ નજરુંને વ્હાલમના હેતમાં તરબોળ.
લાગ્યું કે ધુમ્મસતો બહુ ...કામનું..
ધુમ્મસ એ કરી આજ ...
ચિત્તચોરની ઘેલી...
કેમ..સમજાવું વાલી આ હેતની હેલી..
હેતની હેલી ...હાસ્તો..

'કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૦/૧૦/૧૭

No comments:

Post a Comment