Tuesday, 10 October 2017

હઝલ

*હઝલ*

હાથે લીધું નાનું લોટું,
નામ રાખ્યું એમણે ગોટું,

ભગવા પ્હેરી બાવો થાતો,
વાણી શુદ્ધ, આચરણ ખોટું,

લોકો, નેતા, મોટા, નાના,
મંદિરમાં સ્થાપે છે ફોટું,

બોલવાનાં ઠેકાણાં નહીં,
ભાષણ આલે મોટું મોટું,

પાવડી પ્હેરતાં ફાવે ના,
ચાલે એ તો રોંટું રોંટું,

રોજગારીની વાત વચ્ચે,
બેકારીનું પ્રમાણ મોટું.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment