Tuesday, 10 October 2017

ગઝલ

0  અફવા છે  0
--------------------

તીક્ષ્ણ ને ધારદાર  અફવા છે
આપણી આરપાર અફવા છે

ઠીંગણુ  છે  વજૂદ   કીડીનું
लांबी-लांबी કતાર અફવા છે

જે હવેલીમાં આપ બેઠાં છો
એનું એકાદ દ્વાર  અફવા છે

તથ્યની આ તરફ ઊભો છું હું
તથ્યની પેલે પાર અફવા છે

આપણું એક મ્હોરુ માણસનું
એની સામે હજાર અફવા છે

આદમી આદમી છે એક વખત
આદમી લાખ વાર અફવા છે

આપણે ઓઢી એ જ ચાદર છે
જેનો પ્રત્યેક તાર  અફવા છે

          -  ભરત ભટ્ટ

( 'મીણના માર્ગ પર' માંથી )

No comments:

Post a Comment