Tuesday, 10 October 2017

गझल

છાને છાની છેડ સરગમ હજુ સુધી
વાત  શાને  રાખ મોઘમ હજુ સુધી

એક  માણસ  વેદનાઓ અનેક છે
ખાનદાની પણ નથી કમ હજુ સુધી

કૈંક  ઝખ્મો  જીરવી  જીવતી  રહે
દીકરીની હામ અણનમ હજુ સુધી

ઝેરની  મસ્તી  જુઓ  કેવી  હોય  તે
આ મીરાં નાચે છે છમછમ હજુ સુધી

ક્યાંયથી શબ્દો ય દેખાય ક્યાં હજુ
અંધ પાસે આયનો ભ્રમ હજુ સુધી

સરલા સુતરિયા

No comments:

Post a Comment