Tuesday, 10 October 2017

ગઝલ

તરહી ગઝલ

પાન પાને જોયુ જોબન હજુ સુધી,
ના ગઈ બાગેથી ફોરમ હજુ સુધી.
     
આસમાને ચાંદ મલકે ઝળાં હળાં, 
છે ચકોરી સાથ અણનમ હજુ સુધી.

માછલી પે'લા શર્મિલી હતી નહીં,
છીપથી છોડે જ ન શરમ હજુ સુધી.

વાયદાઓ લાખ આપી જતા રહ્યા,
ભૂલતો હરદમ ન આતમ હજુ સુધી. 

આપનો પદરવ મને ભાસતો સદા,
મેં ય બિછાવેલ જાજમ હજુ સુધી. 

શીલા મહેતા (શબ્દ શિલ્પી)

No comments:

Post a Comment