Wednesday, 25 October 2017

અછાંદસ

*ઘર*

ઘર એટલે આ ચાર દિવાલ...
માથે છત..
આ રાચરચીલું..?
ના!
ઘર એટલે પ્રેમને  વિશ્વાસના પાયા
સ્વજનની હુંફ ..
સ્નેહના બંધન
એકમેક માટે અઢળક લાગણીની સરિતા..
ઘર એટલે તારા હાસ્યથી ગુંજતું..
તારી ઈચ્છા
તારા સપનાને આંબતું..
તારા સુખ દુઃખ નું અડીખમ સાથી..
મુશ્કેલી પીડા ..
તકલીફમાં ગઢ બની રક્ષતું.
તારી મારી ના આપણી મહેનત ..
સપના..
આશા ને પ્રેમનું પ્રતિબિંબ..
આપણું ઘર..
ઘર ..
હા સપનાની ઈમારત ...
સપનાનો ભાગ..
ઘર...

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૨૪/૧૦/૧૭

No comments:

Post a Comment