Tuesday, 10 October 2017

छंद

*છંદ : અનુષ્ટુપ*

એ  આભૂષણ  બોલ્યાં જે મૂર્તિને ચડતાં હતાં,
શાને   ઘમંડ  પાણાને   શોભા  અમે  વધારતાં,
ને સાંભળી કહે પાણો શોભા નહીં સુવાસ જો,
તારું  જો  માન હોતે તો કો’ ના શીશ નમાવતાં,

જૂતાં  હોય  ભલે મોંઘા  મંદિરમાં ન સ્થાન છે,
ચર્મનાં  છો નગારા હો  પ્રાંગણે  તોય  માન છે,
એક   પદાર્થ   બંનેમાં   નથી    ફરક    ચર્મમાં,
નથી આ વાત મૂલ્યની  કર્મ  અહીં  મહાન  છે.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment