Tuesday, 10 October 2017

गझल

દર્દના રાઝ દિલમાં છુપાવ્યા છે અમે.
આંખમાં આંસુના છોડ વાવ્યા છે અમે,

આકરી યાદની આગને તો ઠારવા,
આસુંના સાગરો વહાવ્યા છે અમે.

વાદળોને અમે તો વરસતા રોકયા,
પાંપણોમાં સમંદર સમાવ્યા છે અમે.

પામવી છે તને , શક્ય એ લાગતું  નથી,
ઝાંઝવાના આ સપના સજાવ્યા છે અમે.

પારકાને જરા પામવાની ધૂનમાં,
સાવ મારા હતા એ ગુમાવ્યા છે અમે.

-સંદિપ આર. ભાટીયા

No comments:

Post a Comment