Wednesday, 11 October 2017

ગઝલ

પોત અળગું ક્યાં થતું કોઈ પળે,
સંન્નિકટ્તા  એટલી  ઘેરી  વળે !

સ્હેજ અંધારું જ ઓછું થાય છે,
મીણ માફક જાત જ્યારે ઓગળે.

તું   મને   લીલાશના   સંદર્ભમાં,
સાવ સૂક્કા રણ વિશે આવી મળે.

કેટલાં સ્મરણોને અહીંયા વર્ણવુ ?
કેટલાં ભોરિન્ગ અહીંયા સળવળે ?

હે,કબીરા મન ભયા નિર્મલ હવે,
સર્વ શબ્દોની ઈબાદત પણ ફળે.

               ભરત ભટ્ટ

No comments:

Post a Comment