જોઉં છું હું જે બધું શુ એ બધું ખોટું હશે?,
એમના જેવું શું કોઈ આટલું ભોળું હશે?.
.
જે ચહેરો લાગણી ને પ્રેમ થી ભરપૂર હો,
હો ભલે ને શ્યામ તો પણ લાગતું ગોરું હશે.
.
થઈ જશે ત્યારે કયામત બંને ઘર રોતા મળે,
જ્યારે મારા પર કફન ને એને ઘરચોળું હશે.
.
જોઉં છું જ્યારે અરીસો તો મને પણ થાય છે,
આટલું પ્રેમાળ કોઈ પણ કદી હોતું હશે?.
.
રૂપ નિખરે છે કે જાણે લાગી હો મીઠી નજર,
'મિત્ર' જેમજ પ્રેમથી કોઈ તને જોતું હશે.
.
મિત્ર રાઠોડ
Wednesday, 11 October 2017
ગઝલ
Labels:
મિત્ર' રાઠોડ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment