Tuesday, 10 October 2017

ગઝલ

એટલા શુષ્ક શ્વાસ લાગે છે,
ફૂંક મારૂં તો આગ લાગે છે.

જિંદગી છે પ્રવાસ એવો કે,
જીવવાનો ય થાક લાગે છે.

એ તરફથી સુગંધ આવે છે,
એ તરફ કોઈ બાગ લાગે છે.

ભૂખ જોતી નથી કશું, સૂક્કા
રોટલામાં ય સ્વાદ લાગે છે.

ફૂલ રોપ્યાં છે ફૂલદાનીમાં,
મ્હેંક તેથી ઉદાસ લાગે છે.

~ પ્રવીણ જાદવ.

No comments:

Post a Comment