Tuesday, 10 October 2017

ગઝલ

એક શબદ ઉગ્યો મનમાં
ને થઈ પતંગિયું ઉડે ગગનમાં

શોધું શબ્દ અહીં તહીં
શોધું વન અરણ્યમાં

ખોવાયો શબ્દ ને ખોવાઈ પંક્તિ
ખોવાયો અંતરો ઉપવનમાં

સુણ્યો થોડો વાદળી ભોળી એ
રણક્યો    છમછમ ચમનમાં

કોઇ શબ્દ ક્યાં જઇ વિસ્તરે
ક્યારેક આવી અટકે કલમમાં...

માના વ્યાસ

No comments:

Post a Comment