🥀મગતરી યાદો🥀
★★★★★★★★
કાન પાસે એક ઘટના રોજ રાતે થાય છે.
કે મગતરો એક મચ્છર યાદ ફૂંકી જાય છે.
કેડ કૂણી આમળીને ભાગતા સ્મરણો હવે,
પાંપણે વસવાટ કરતા ચીપડા દેખાય છે.
વાત જાણી ઘુવડોની પ્રકૃતિ પંકાઈ ગઈ,
સૂર્ય,કલરવ ને નદી-પર્વતમાં ઊઠી લ્હાય છે.
જીવતા જીવત મળી ના બે ઘડી ઈકરારની,
તે છબી પર નિત નવા ફૂલોને ખડકાય છે.
આંખ કોઈ સ્પંદનોને ઊંચકી છલકી પડે,
તે પછીથી વાદળો વરસા થઈ રેલાય છે.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment