નજર દીદ ઘેલી બનાવી ગયાં,
હ્રદય ભાવ ભીના જગાવી ગયાં.
ઠરેલાં રહ્યાં લાગણી ભાવ ભીતર,
જગી આશ મનની દબાવી ગયાં.
હતી આરજુ એક દિલાસા તણી,
ભરી આંખડી ને વહાવી ગયાં.
દયાની કડી સાંપડી ના
કદી,
છતાં શીશ ચરણે નમાવી ગયાં.
ગળે લાગવાની તમન્ના રહી,
મગર આંચ ભીતર જલાવી ગયાં.
જણાવી બધીયે મનો કામના,
ખરી વાત સઘળી ફગાવી ગયાં.
સદા સાથ દેવા અપેક્ષા કરી,
મને રાહ માસૂમ બતાવી ગયાં.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment