Monday, 9 October 2017

ગઝલ

પીડાના પ્યાલા લીધા છે,
વખ ઘોળી હસતા પીધા છે

આંખો મારી અવિરત વરસે,
હોઠેથી જામો દીધા છે.

સ્મિત જ તારું મીઠું લાગ્યું,
દિલમાં એવા ઘર કીધા છે.

પ્રિયે તારી દિવાની જો,
તારે નામે કયાં દ્રીધા છે.

કાજલ ચાલી હરિના દ્વારે,
સામે પૂરે લો બીધા છે.

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૯/૧૦/૧૭

No comments:

Post a Comment