Monday, 9 October 2017

ગઝલ

ગઝલ
નિ:શાષા  અંદર ઘુંટે  એવું લાગે છે,,
ઊંનું  ખાબોચિયું તરવું કેવું લાગે છે ?

નેક અગરિયો મીઠું પકવે દરિયા કાંઠે,
ને  મીઠપ-રોટી  પાકે  તેવું લાગે છે.

કાપ્યો ન ઘસારો સુખનો જેણે જીવનમાં,
*  એને પીડાનો હપ્તો દેવું લાગે છે.

નિષ્ફળતા જૂઓ ખાબોચિયામાં પરિવર્તે,
પરિશ્રમી-જીવન ઝરણાં જેવું લાગે છે.

બેઠા છે નવયુગલો ગાદીપતિ પામીને !
મારૂ આ ભવિષ્ય તમોને ચેવું લાગે છે.

પિયુ પાલનપુરી (નરોત્તમ)

No comments:

Post a Comment