Monday, 9 October 2017

ગઝલ

આ સૃષ્ટિનાં સૌ પ્રાણીઓને પ્રેમપૂર્વક ચાહવાં,
પ્રભુએ જનમ લીધો હતો, દુનિયાને એ સમજાવવા.

ભૂખી રહી પોતે, મને ભરપેટ એ ખવડાવતી,
માએ જીવનભર દુ:ખ ઘણાં વેઠ્યા,મને ખુશ રાખવા.

ઊંચા વિચારોથી જીવનને કેટલું બદલી શકાય,
ઊંચો કર્યો ખુદને બધાથી,સાધુએ એ જાણવા.

જો ના ગમે પાછી મને આપી જજો મારી ગઝલ,
સૌને નથી હું આપતો, મારૂં લખેલું વાંચવા.

પથ્થર હવે વચ્ચે પડેલા કોઈને નડશે નહીં,
રસ્તો કર્યો મેં સાફ,બીજાને સરળતાથી જવા.

- પ્રવીણ જાદવ.

No comments:

Post a Comment