Sunday, 19 November 2017

ગઝલ

વાસનાના  હોય  જાણે  દાસ  આજે  માણસો,
ખુદનો જાતે ખુદ કરે છે  નાશ  આજે  માણસો.

ચોતરફ  એની  રહું  છું  પણ  હરફ બોલે  નહીં,
થઈ ગયા છે જાણે ફરતી લાશ આજે માણસો.

જીવ  જેવું  તો  હજી  દેખાય  છે  એના  મહીં,
તોય  ફેલાવે  જગતમાં  વાસ  આજે  માણસો.

કૈક  લીલાઓ  કરે  છે, ખેલ  પણ  સઘળા કરે,
ખુદની  સાથે  ખુદ  રમે છે રાસ આજે માણસો.

ભૂખ આ કેવી હશે "જયલા" ને સમજાવો હવે,
લાંચ  ખાયે  ને પછી લે  શ્વાસ  આજે માણસો.

@ જયલા

No comments:

Post a Comment