*નામના*
ખૂબ ઉચાઈ પર પોંચી..
અનેક તકલીફો વેઠી..
લાગણીઓ ને હૈયામાં ભંડારી.
ઉગતી સંવેદનાની કુંપળો..
કઠોરતાની કાતરે વેતરી..
સંબંઘોને ઔપચારિકતા પહેરાવી.
બસ,
એક ધ્યેય..
ખ્યાતિ...
નામના...
એક નામ પ્રસિદ્ધિ ના આસમાન પર.
તકલીફને ઠોકર ને ઠોકર મારી..
સપનાની કેડી કંડારી..
સાથી સૌ પાછળ છૂટયા..
હા! મળી મંજિલ..
સફળતા કદમ ચૂમતી આવી..
સાથે મિડાસ નો શ્રાપ લાવી...
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૩/૧૧/૧૭
No comments:
Post a Comment