Sunday, 19 November 2017

ગઝલ

એ સતત જો, પ્રકાર બદલે છે !
જોઈને આવકાર બદલે છે !

ચહેરા એથી બધા નવા લાગે,
એ સતત જન્મનાર બદલે છે !

રંગ છે જિંદગીના એના એ,
એ ભલે જીવનાર બદલે છે !

કોઈ છો ને વિરોધ કરતું,પણ  
પ્રેમ ક્યાં ચાહનાર બદલે છે ?

ઊંધી ચત્તી ભલેને દુનિયા થાય!
પડખું તો ક્યાં જનાર બદલે છે ?

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment