Saturday, 4 November 2017

ગઝલ

ગઝલ
જીંદગીથી જો મેં મજા માંગી;
લાગે છે એમ કે સજા માંગી.

દિલ અજવાળતું જે અજવાળું;
રોજ ભીતરથી એ દુઆ માંગી.

ભર બપોરે આ ચાંદની લાગે;
મેં તને ચાહવા રજા માંગી.

સત્ય ઓઢે છે ચુપકીદી ત્યારે;
બોલવા જુઠ મેં પ્રથા માંગી.

ચુંથે કાચી કળીને આ શેતાન;
મેં ખુદા બનવાની કલા  માંગી.

★ *દિલીપ વી ઘાસવાળા* ★

No comments:

Post a Comment