##યાદનો ઈલાજ?##
આંખમાં ખંજવાઈ યાદ
આંગળીના ટેરવાથી ખંજવાળ્યું
લુચ્ચા વિચારથી! કે ખરી જશે!
નોર મારી યાદની છાતી ફાડવાનું મન થાયું
પણ વિચાર આવ્યો
હું નરસિંહ નથી અને યાદ હિરણ્યકશિયપ...
જ્યારે આ ખંજવાળ આવે
આંસુનો સાગર આંખના કિનારે આવી અથડાય
અનિચ્છાએ ઉગી નીકળેલા બિલાડીના ટોપ જેવી
યાદની ખંજવાળ અચાનક આવી જાય
હથેળીની નીચેનો ભાગ પાવડાની જેમ એના પર ઘસું
પહેલી વાર કચરું થઈને ઘૂસી હતી
થોડી ખૂંચી પણ ગમતી હતી
પછી તો એણે ઘર કરી લીધું
હવે વ્યસનની જેમ આદત થઈ ગઈ
સાપે ઉંદર ગળ્યાની સ્થિતિ થઈ ગઈ
આંખો મસળી મસળી લાલ કરી નાખી
આ રોગ જગ જાહેર થાય તો!
શું કોઈ ઈલાજ ખરો?
તું મળે તો.....??
સંદિપ આર. ભાટીયા
No comments:
Post a Comment