Saturday, 4 November 2017

અછાંદસ

'કવિતા'  આ ત્રણ અક્ષરનો શબ્દ છે ,જ મારા માટે ત્રિભુવન છે...
આ કવિતા તો મારું રામ રતન ધન, એનાથી જ શ્વસે ને વિલસે મારું મન..
એ તો મારી ભીતરની ગરજ છે, કવિતા જ મારી ભૂખ ને તરસ છે..
આ કવિતા મારી સંકેતની ભાષા ,એ છે તો મળે છે નિરાશામાં પણ આશા..
મારા ભોગવેલા એકાંતનું  પુન:મિલન આ કવિતામાં જ થાય છે,
એ જ મારા આંતરપ્રદેશની અનુભૂતિ કહેવાય છે..એ જ મારા શાણપણની સંહિતા ,.
એમાં જ મને મળે રામાયણ ને ગીતા..
હું કદી અટકું,લટકું કે છટકું ને ઘેરાઈ જાય વિચારો એક સામટા,
તુરંત ઉભરા સાથે વરસે કવિતાના સરવડાં ને ઝાપટાં...

દીપ્તિ બુચ - -લઘુ કાવ્ય
" જીવન સ્વયમ કવિતા'

No comments:

Post a Comment