Saturday, 4 November 2017

ગઝલ

ગઝલ : - નિકળતો થઇ ગયો .
--------------------
એ ગલી કાયમ નિકળતો થઇ ગયો .
હું ય સુરજ જેમ બળતો થઇગયો .

આંખ જ્યાં મીંચાઇ એની બેઘડી ,
પ્રેમ પર જાણે કે પડદો થઇ  ગયો

ઠોકરો ખાધી હતી,જે રાહમાં ,
એ પછી તો સાફ રસ્તો  થઇ  ગયો .

માપવું ના કાપવું, બસ આપવું ,
પ્રેમનો સાચો શિરસ્તો  થઇ  ગયો .

ચાલ જઇએ આપણે સામેથી ત્યાં,
મોત સાથે પણ ઘરોબો  થઇ  ગયો .
         
રોજ એની યાદમાં મરતો હતો ,
જીવવાનો એ અભરખો  થઇ  ગયો .

એક કોયલ આજ તો હાલી મળી ,
ભરવસંતે જીવ બળતો  થઇ  ગયો .

મોત પર મારા રડે છે લોક આ ,
એ જ તો આ પ્રેમ પરચો  થઇ  ગયો .
             - દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment