Saturday, 4 November 2017

ગઝલ

તર્ક બુદ્ધિ વાપરીને તું કવિતા ના લખીશ ,
શબ્દથી કુશ્તી કરીને તું કવિતા ના લખીશ

બુંદભર પાણીમાં ડૂબીને જ મોતી કાઢજે ,
જ્ઞાનના દરિયા તરીને તું કવિતા ના લખીશ

તું કવિતા લખ મગર એકાંતમાં જીવવા જ લખ
મંચની પાછળ મરીને તું કવિતા ના લખીશ

મન પડે ત્યારે અને જે મન પડે એ લખ કવિ
શિષ્ટમાં વાતો કરીને તું કવિતા ના લખીશ

દુનિયાના પ્રત્યેક વ્યક્તિ પાસે છે નિજની કલમ
પૂર્વસુરીને સ્મરીને તું કવિતા ના લખીશ

પ્રાર્થના ને કાવ્યના મૂળમાં જ છે કંઈ દિવ્યતા ,
આતમાને  છેતરીને તું કવિતા ના લખીશ

- મેહુલ પટેલ 'ઈશ'

No comments:

Post a Comment