ડર
મોહરા પાછળ જગથી સંતાયો ચહેરા.
છળ કપટ ઘાત કરી છુપાયો ચહેરો.
રમતા રહ્યા રમત જાત સાથે હંમેશા,
જિંદગીની ચોપાટમાં એ બિછાયો ચહેરો.
ખૂબ ઝડપે પાછળથી તે આગળ આવ્યો,
પ્રગતિના નામે ઘણો ફરી પછડાયો ચહેરો.
અતીતના ઓળા ઘેરે ચારેતરફથી જ્યાં,
બની જાય ભવિષ્યનો પડછાયો ચહેરો.
કાજલ ખોટો ઠર્યો વિશ્વાસ તારો સજ્જન પર,
ભરોસો કોનો કરવો એમાં અટવાયો ચહેરો .
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૧/૧૧/૧૭
No comments:
Post a Comment