આ મારું ને આ તારું છે,
દીવા નીચે અંધારું છે.
ઓળખ જેની નામે મીઠું,
પણ એતો સ્વાદે ખારું છે.
જીવનનો ઘટ ખાલી તો પણ,
માથે ઢાંકયું બુઝારું છે.
ખાલી આયો ખાલી જાશે,
વચ્ચે બધું મારું મારું છે.
મારા મનને ઘાયલ કરતું,
તારું આસું બેધારું છે.
-સંદિપ આર. ભાટીયા.
No comments:
Post a Comment