Saturday, 4 November 2017

ગઝલ

એ વિચારે જિંદગી બળતો રહ્યો.
રાખ બનવા મોતને રળતો રહ્યો.

છે શિલા સમ મારું પણ અસ્તિત્વ આ,
મીણ માફક તોય પીગળતો રહ્યો.

ક્યાંથી મારો સૂર્ય રહે મધ્યાહને;
ક્ષિતિજે સમજણની હું ઢળતો રહ્યો.

આભના એ ચાંદને બસ સ્પર્શવા; 
મોજું થઈ દરિયાનો ઉછળતો રહ્યો.

હોંશિયારી આખી દુનિયાની હતી;
એટલે 'સર્જક'ને પણ છળતો રહ્યો.
-સર્જક

No comments:

Post a Comment