Saturday, 4 November 2017

ગીત

આમ અચાનક તડાક દઈને તુટી ગયું એ શું ?
હતું હાથમાં પલકવારમાં છુટી ગયું એ શું ?

કૈંક હતું જે, ખબર નથી શું?
સચવાયું તુ ભીતર,
હળૂ હળૂ કૈં હતું હૃદયમાં
જળતું મંગુ મંતર.

દેહ સોંસરવો હાથ દઇ કોઈ લુંટી ગયું એ શું?

શ્વાસે શ્વાસે હતો અજમ્પૉ
વિધ વિધ ભ્રમણા થાતી,
ઇચ્છાઓ કૈં અલક મલકની
મન માંહી ના માતી.

અરે! અચાનક પરપોટા શુ ફૂટી ગયું એ શું?

દ્રશ્ય બનીને નજર તળેથી
વિસરાઈ ગ્યા ચહેરા,
નથી આવતાં હાથ
ભરું હું કેટકેટલા પહેરા.

આ અર્ધ ઉઘાડી આંખ મહીંથી ખૂટી ગયું એ શું?

- તુરી રાહુલ"ઝીલ"

No comments:

Post a Comment