ખારી સાકર : એક અછાંદસ
સાકરિયાને
ઉપડી સનક અચાનક ...
દોડતો દોડતો પડતો આખડતો
હાંફતો હાંફતો
આવી ઉભો મારી સામે ...
ને શુંય ઊભરાયું વ્હાલ
(વ્હાલ જ હશે!)
કે મુઠ્ઠીભર પાસાદાર
ગાંગડા સાકરના
મારા વકાસેલ મ્હોંમાં
ઓરી જ દીધા!
મ્હોં ખારું ખારું થઈ ગયું ...
સનકી સાકરિયાએ
પરાણે મ્હોંમાં ખોસેલા ગાંગડા
શું સાકરના જ હતા?
- હરિ શુક્લ
૦૪-૧૧-૨૦૧૭
No comments:
Post a Comment