Sunday, 19 November 2017

અછાંદસ

##ભૂખ##

ભીતર કોલાહલ!
સંગ્રામ જેવું કંઈક,
દેવતા અને દાનવનું યુદ્ધ હશે ?
કે પછી કોઈ ધર્મયુદ્ધ!
ઉદરના રણમાં કોઈ બાહુબલી આળોટે
હુંકારો ભારે,
આગના કાકડા ફૂંકે
હજારો સૈનિકો કવાયત કરતા હોય એમ લાગે
તલવારોના ઘા નાભીનાં અંદરના ભાગે વાગે
વિચારોના વાવાઝોડા એક પછી એક ફૂંકાતા જાય
જઠરાગ્નીનો દાવાનળ ફેલાતો જાય
ભીતર ચોક્કસ કોઈ વિવાદ છે!
કોઈ આતંકી હુમલો તો નથી ને!
એક સામટા  વિસ્ફોટો પર વિસ્ફોટો!
અરે! આ ભૂખનો ભરડો તો નથી ને!!

-સંદિપ આર. ભાટીયા

No comments:

Post a Comment