Sunday, 19 November 2017

ગઝલ

શુભ સવાર.. જય ભોલે...

ઉગતો સુરજ......

સાંજ પડે આ સુરજ પણ નમે છે..
નમે છે એટલે તો સૌ એને ખમે છે...

નથી છોડતો ક્યારેય એનું તેજ..
લાલ ઉગે છે ને લાલજ આથમે છે...

ક્યારેક કહે ચાલ આજ મન નથી તો.!
બસ દિવસ ને રાત અવિરત ભમે છે...

જાતને બળબળતી રાખે છે ને,,
તારા સાનીધ્યે સૌ તૃષ્ટ થઇ શમે છે...

ભલે રોજ એ આવેને જાય, પણ
જગતને તો એ ઉગતો જ ગમે છે...jn

No comments:

Post a Comment