સાંભળી લેશે
શ્વાસની સાથે જ છે ઉચ્છવાસ પણ!
જીવની સાથે જ શિવનો વાસ પણ!
હું જ ઈશ્વર હું જ મારો ભક્ત છું!
હું જ માલિક હું જ મારો દાસ પણ!
કોણ કોલાહલ કરે મંદિરમાં?
વેઠું શાને પ્રાર્થનાનો ત્રાસ પણ!
એકલો એકાંતમાં જીવી જઈશ!
જો મને તારો મળે સહવાસ પણ!
સાંભળ્યો મ્હેફિલે હરિયાને તમે?
સાંભળી લેશે એ ઉપહાસ પણ!
- હરિ શુક્લ
૨૧-૦૭-૨૦૧૬
No comments:
Post a Comment