Sunday, 19 November 2017

ગીત

સ્નેહસખી !

અયિ સ્નેહસખી !
આ આંખ ઢળલી ઉઘાડ જરી,
દઇ  દે  મદિરા  કુમળી  વયની...
તવ નિર્મળ સ્મિત સુધારસ ચાહું મનોમનથી.

અયિ સ્નેહસખી !
આ પુષ્પ મઢ્યો શણગાર અહો !
શું   હેતભર્યો   ઉપહાર   અહો !
સત્કાર  મને તુજ  હૈયાનાં  આ આંગનથી.

અયિ સ્નેહસખી !
અધરોથી  મધુર  આ  ગાન સુણું
ચહું  ભાલ  શુભ્ર રક્તિમ અરુણું !
તું  જીવ જરા  જોડી દે  મારા જીવનથી !
અયિ સ્નેહસખી !

- સ્નેહલ જોષી

No comments:

Post a Comment