ગાલગાગા ગાલગાગા ગાલગા
ગઝલ
જાત થકી જે જે છુપાતા હોય છે,
સ્વયંને પણ એજ છલતા હોય છે.
વાત હૈયા તણી કહેવા કાજ તો,
સાગરે જળ પણ ઘુઘવતા હોય છે.
મૌન જેનાં આડશે ઊભેલ હો'
એ જ આંખે વાત કરતાં હોય છે.
સૂર શરણાઈ તણાં જ્યાં સાંભળે,
દિલ મહીં ઉત્પાત થાતાં હોય છે.
ડોલી ઊઠે નજર સામે એટલે,
સ્વયં ભૂત્કાલે તણાતાં હોય છે.
પાનખર જોઈ કદિ કો' શું હસે ?
કે લીલાશે બાગ ન્હાતા હોય છે.
શીલા મહેતા ( શબ્દ શિલ્પી )
No comments:
Post a Comment