જનેતાની સેવામાં ખામી ના રાખશો,
અમીરસ પીવામાં પાલી ના રાખશો.
લૂંટવા બેસો તો સાયબી લૂંટાવજો,
એની આંખ લૂંછવા માળી ના રાખશો.
દરિયો છે ખારો, ને કુવા છે સંકુચલા,
મીઠી વીરડી મહી નાળી ના રાખશો.
ડાળી જે પકડી પાનખર ન આવતી,
વસંતની વાતે અંગારી ના રાખશો.
જનનીએ વેધી કંઇક કાંટાળી કેડીયો,
ફૂલોની વાસ તમે મેલી ના રાખશો.
માથે મેલી આજ માતાની સાયબી,
મુગટની ખોટ કહી તાલી ના મારશો.
"જયદિપસિંહડાભી"
4-11-2017
No comments:
Post a Comment