Saturday, 4 November 2017

ગઝલ

==+== ગઝલ ==+==
આંખો નમી નથી ને નજરમાં નમી નથી.
ત્યારે જગતને એવી યુવાની ગમી નથી,

આશાનો સૂર્ય એટલે રંગીન છે હજુ,
અંતિમ ચરણ છે સાંજનું પણ આથમી નથી.

કડવાશ પારખું છું મીઠાં શબ્દમાં હવે,
એવા અનુભવોની જીવનમાં કમી નથી.

ચર્ચા તો મારા નામની થઈ જોરશોરથી
મારા સિવાય જાણે બીજો આદમી નથી.

હસતો મને એ જોઈને આશ્ચર્યમાં પડ્યા,
એને થયું કે ચોટ મને કારમી નથી.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment