માણસને સમય એ રીતે સાથ આપે છે,
હારમાં પાછળ,જીતમાં સંગાથ આપે છે.
જીવનભર નોંધનાં લીધી મારી હયાતીની,
મયખાને પગ લથડ્યો તો હાથ આપે છે.
નાવ ડૂબી દરિયામાં તસ્દી ના લીધી જરા,
લાશ પ્હોંચી ઘરે તો રડતી બાથ આપે છે.
જીર્ણ થઈ ગઈ જોળી ટૂકડો રોટલો માંગી,
અંતિમવેળા ગંગાજળ નાથ આપે છે.
છૂટી જવાનું એ સઘળું માયા બાંધી જે,
છેલ્લે છેલ્લે શ્વાસ પણ ક્યાં સંગાથ આપે છે.
મુકેશ કાનાણી!!નાકામ!!
No comments:
Post a Comment