Thursday, 15 March 2018

ગઝલ

ઢગ ભીનેરી રાખમાં વાંચ્યું છે મેં,
જિંદગીને પોખ મા, વાંચ્યું છે મેં.

આ જગતમાં સૌથી સારા છો તમે,
દીકરીની આંખમાં વાંચ્યું છે મેં.

જીવવા દેતું નથી જગ એ જીવન,
પુસ્તકોની કોખમાં વાંચ્યું છે મેં.

છે પ્રતિક્ષાનું દીવાને જાગરણ,
કાળમીંઢ આ ગોખમાં વાંચ્યું છે મેં.

છાંયડો પણ સૂર્યનો ગુલામ છે,
હર તરુની શાખમાં વાંચ્યું છે મેં.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment