Thursday, 15 March 2018

ગઝલ

ગઝલ

એમ આંખો ય તું નિતારે છે
જેમ કો' સ્વપ્નને વિસારે છે.

જેમ સાગર ભરીશ બાહોમાં
એમ બાહોય તું પસારે છે.

મુજ જીવન સજાવતી જાણે
ચિત્રને પીંછીથી મઠારે છે.

મુરઝાયેલ ફૂલડાં ખીલે
તુજ પ્રિતી તણાં બહારે છે.

મુજ દુઃખો ય ભાસતા સુખો
તુજ આંખો તણાં ઇશારે છે.

કે લગીરે ય નાવ ડૂબે શું?
સાથ છે તો સહુ કિનારે છે.

એમ ધીમે વિચારમાં આવે
કન્યકા માંડવે પધારે છે

શીલા મહેતા (શબ્દ શિલ્પી)

No comments:

Post a Comment