ચાલીએ બે સાથ માં.
હાથ રાખી હાથ માં.
કદમ માઠા આકરા.
કેમ છે સંગાથ માં.
રાહ જલદી કપાય જો.
સ્વાદ હો કોઈ વાત માં.
બસ હવે તો બહુ થયું.
આવુ છું ઑકાત માં.
દીવસ મસ્તી માં જશે.
સાચવીશ મધરાત માં.
આંખ શંકાશીલ છે.
ઉતાવળ જઝબાત માં.
મોતી પણ મળશે તને.
શોધ દરીયા સાત માં.
ભ્રમર"રશ્મિ"ચૂપ છે.
ફૂલ છે જો ઘાત માં.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ".
No comments:
Post a Comment