ગઝલ
આ જીવનમાં તો છટકબારી નથી
કેમ લગ્ને સ્થિર નરનારી નથી?
સ્નેહ ને સગપણ ન વેચાતા મળે
લાગણીઓ મળતી પરબારી નથી.
હા, ભરોસો એક એ આવી ગયો.
જિંદગી આ સાવ જ નઠારી નથી.
આ દરીયા સાથ એને મેળ છે
આ નદીની છાપ પણ સારી નથી.
આજ શંકા સાવ અણધારી નથી
એમ સ્વીકારું ઇ તૈયારી નથી.
શીલા મહેતા (શબ્દશિલ્પી)
No comments:
Post a Comment