ગઝલ
શબ્દ છે વિજ્ઞાન વિકારી નથી
શબ્દ છે ચિંતન,ઇ ચિનગારી નથી.
શબ્દની આખી અનોખી નાત છે
શબ્દ છે મઝધાર કીનારી નથી.
મૌન પરિભાષા જ છે શબ્દો તણી
શબ્દ વિચારી ન અવિચારી નથી.
શબ્દથી માણસ ઉભો વિન્ધાય છે
આ કલમ છે યાર કટારી નથી.
શબ્દનું સામ્રાજ્ય છે શ્રુષ્ટિ ઉપર
શબ્દ ના સાધુ ઇ સંસારી નથી.
શીલા મહેતા( શબ્દ શિલ્પી)
No comments:
Post a Comment